Site icon Revoi.in

15 ઓગસ્ટને લઈને રાજધાની સતર્કઃ આ સપ્તાહમાં એન્ટિ ડ્રોન સિસ્ટમથી લાલકિલ્લો સજ્જ કરાશે

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેસભરમાં 15 ઓગસ્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત રાજધાની ખાતે ગોઠવવાની કવાયત હાથ ધરાઈ રહી છે,દિલ્હીના નવ નિર્મિત પોલીસ કમિશનર અસ્થાનાએ શનિવારના રોજ 15 ઓગસ્ટની સુરક્ષા સહિત કેટલાક અન્ય મહત્વના મુદ્દાઓ અંગે  એક ખાસ બેઠકનું આયોજ કર્યું હતું.

સુરક્ષાને લઈને મળેલી આ બેઠકમાં દિલ્હી પોલીસના 50 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારાકમિશનર અસ્થાના સાથે જોડાયા હતા. આ દરમિયાન પોલીસ કમિશનરે લાલ કિલ્લા પર યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મહત્વની સૂચનાઓ જારી કરી હતી.

15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને, આ વખતે લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન રડાર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ અઠવાડિયે જ આ સિસ્ટમ લગાવાની કવાયત હાથ ધરાશે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે ડ્રોન પર કડક નજર રાખે છે અને તેને જોતા જ ડ્રોન જામ થઈ જાય છે. તેની રેન્જ પણ લગભગ પાંચ કિલોમીટર જેટલી છે. આ એન્ટી-ડ્રોન સિસ્ટમ દ્વારા, જો લાલ કિલ્લાથી 5 કિમીના અંતરે કોઈ શંકાસ્પદ ડ્રોન દેખાશે તો તે ડ્રોનને આટલા અંતરથી જોઈ શકે છે અને તેને જામ કરી શકે છે.

આ બેઠકમાં 4 મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરાઈ

દિલ્હી પોલીસ કમિશનરે લાંબી બેઠકોમાં સમય બરબાદ કરવાને બદલે, જનતા સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓ ઉકેલવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની સલાહ આપી છે. આ બેઠકમાં દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે ચાર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીની સુરક્ષામાં સ્થાનિક ઇનપુટ્સ અને ગુપ્ત માહિતીની નજીકથી દેખરેખ રાખવી જોઈએ. સામાન્ય લોકો સાથે સંબંધિત  ભીડ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સમય પર કડક અને સઘન ચેકિંગ થવું જોઈએ. શંકાસ્પદ લોકો વિશેની માહિતી પડોશી જિલ્લાઓની પોલીસ સાથે વહેંચવી જોઈએ અને અહીંથી બહારથી આવતા લોકોની ચકાસણી પર ભાર મૂકવો જોઈએ.