Site icon Revoi.in

પંજાબની વિધાનસભા ચૂંટણીને લઈ કેપ્ટન અમરિંદર સિંહનો માસ્ટર પ્લાન, કોંગ્રેસ અને સિદ્ધુ સામે કર્યાં આકરા પ્રહાર

Social Share

દિલ્હીઃ કેપ્ટન અમરિંદરસિંહ તરફથી નવી પાર્ટી બનાવવાની જાહેરાત બાદ તમામ લોકો તેમના આગોતરા પ્લાનીંગ વિશે જાણવા માંગે છે. કેપ્ટને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મે આખુ આયોજન કર્યું છે. કોંગ્રેસના લોકોએ ફોન ઉપર વાત કરવાની કોશિષ કરી છે. પરંતુ હવે હું પીછેહઠ નથી કરવા માંગતો, દરેક વ્યક્તિના પોતાના વિચાર અને ઝમીર હોય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ માટે ઘણું કર્યું છે પરંતુ કોંગ્રેસ મને રાખવા નથી માંગતી એનો અર્થ એવો નથી કે હું બેસી રહું. મારા રાજ્ય માટે લડીશ. જ્યારે મને લાગશે કે નિવૃતિનો સમય આવી ગયો છે તો નિવૃતિ લઈ લઈશ. જો કે, હજુ મારામાં ઘણો દમ છે અને હું લડીશ.

વિધાનસભાની ચૂંટણીને લઈને કહ્યું કે, હું આપ, અકાલી દળ અને કોંગ્રેસને કમજોર નથી સમજતો. જેની સાથે યોગ્ય લાગશે તેની સાથે ડીલ કરીને આગળ વધીશ. જે સામે આવશે તેની સામે લડીશ.

તેમણે વધુમાં કહ્યું કે, ચરણજીતસિંહ ચન્ની સારા સીએમ છે હું સીએમ હતો ત્યારે તેઓ મંત્રી હતા અને તેમણે સારુ કામ કર્યું છે. જો કે, સિદ્ધુ બેકાર મંત્રી છે, તેમણે કેટલાક મહિનાઓ બાદ મંત્રીમંડળમાંથી બહાર કરી દેવાયાં હતા. જ્યારે તેમને પંજાબના અધ્યક્ષ બનાવાની વાત હતી ત્યારે જ મે હાઈકમાન્ડને પત્ર લખીને તેઓ બેકાર આદમી હોવાનું કહ્યું હતું.

તેમણે મુખ્યમંત્રી પદને લઈને કહ્યું કે, ખુરશી પકડીને બેસી રહેવામાં નથી માનતો, મને કહ્યું કે રાજીનામું આપો, એટલે મે રાજ્યપાલને મળીને રાજીનામું આપી દીધું, જો કે, મે તેમને મારી આગેવાનીમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાનું સૂચન કર્યું હતું.