Site icon Revoi.in

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

Social Share

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકોને કચડી નાખતાં આ અકસ્માત થયો.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અન્ય સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક 8 વર્ષનો છોકરો અને ચાર ટ્રેક આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

એપ્રિલના મધ્યમાં આવતા રાષ્ટ્રીય નવા વર્ષને અનુરૂપ શ્રીલંકા આર્મી દ્વારા આયોજિત ‘ફોક્સહિલસુપર ક્રોસ 2024’ નામની રેસ જોવા માટે એક મિલિયનથી વધુ ચાહકો એકઠા થયા હતા. આ રેસ શ્રીલંકાના સેન્ટ્રલ હાઇલેન્ડઝના ભૂતપૂર્વ ગેરિસન ટાઉન ડિયાતલાવામાં યોજાઈ હતી, જ્યાં તમામ સર્વિસમેન લશ્કરી તાલીમ લે છે. નવા વર્ષની રજાઓ ઉજાવવા મોટી સંખ્યામાં લોકો સેન્ટ્રલ હિલ્સમાં ભેગા થાય હતા. જ્યાં કાર રેસ અને ઘોડાની રેસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાય છે.

શ્રીલંકાની સેનાએ છેલ્લે 2019માં ‘ફોક્સહિલ’ રેસનું આયોજન કર્યું હતું, પરંતુ સમગ્ર દેશમાં 2019ના ઈસ્ટર હુમલાને પગલે તેને અચાનક બંધ કરવી પડી હતી. પાંચ વર્ષ પછી ફરી રેસ યોજવામાં આવી હતી, પરંતુ જીવલેણ અકસ્માત બાદ ફરીથી સ્થગિત કરવામાં આવી હતી.