Site icon Revoi.in

વડોદરાના શિનોર નજીકથી ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ ઉપરાંત ગૌરક્ષકો એક્ટિવ બન્યાં છે. દરમિયાન વડોદરામાંથી પોલીસે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ 18 ગાયને મુક્ત કરાવીને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ગૌવંશની તસ્કરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના શિનોર નજીક સેગવા-રાજપીપળા માર્ગ ઉપર ગૌવંશની તસ્કરીને લઈને ગૌરક્ષકો અને પોલીસને માહિતી મળી હતી. પોલીસ અને ગૌરક્ષકોએ શિનોર નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાના આધારે પોલીસે એક ટ્રક અટકાવી હતી. તેમજ ટ્રકમાં તપાસ કરતા અંદરથી 18 જેટલી ગાય મળી આવી હતી. ગાયને જેવી રીતે બાંધેલી હતી તે જોઈને ગૌરક્ષકો અને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી પોલીસે ટ્રકના ચાલક, ક્લિનર સહિત 3 કસાઈઓને ઝડપી લીધા હતા. પોલીસે ગૌવંશને મુક્ત કરાવીને ટ્રક અને મોબાઈલ ફોન મળીને 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કલતખાને લઈ જવાતા ગૌવંશને બચાવીને પાંજરાપોળ મેકલી આપવાની કવાયત શરૂ કરી હતી.

પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તમામ ગાયોને ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા તે અંગે પણ તપાસ શરૂ કરી છે.