Site icon Revoi.in

સાવધાન! ઓનલાઈન મંગાવેલા કપડામાં કોરોનાના સંક્રમણનો ખતરો

Social Share

કોરોનાવાયરસના કેસ ભલે દૂનિયાના કેટલાક દેશમાં ઓછા થઈ રહ્યા છે, પણ કેટલાક દેશોમાં તો કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. આ પાછળનું કારણ એક જ છે કે લોકોની બેદરકારી.. જે દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે તે દેશોમાં હવે બધુ નોર્મલ થઈ રહ્યું છે અને લોકો ફરી પણ રહ્યા છે. લોકો દ્વારા કોરોનાને લઈને બેદરકારી પણ કરવામાં આવી રહી છે પણ લોકોએ સતર્ક થવું જોઈએ. વાત એવી છે કે લોકો જે લોકો ઓનલાઈન ઓર્ડર કરીને કપડા મંગાવી રહ્યા છે તે જોખમી સાબિત થઈ શકે છે.

ચીનમાં અત્યારે તહેવારોની મોસમના કારણે ઈ-શોપીંગ જબરજસ્ત વધી રહ્યું છે જયારે હુબેઈ પ્રાંતમાં કપડાના ઉત્પાદકને ત્યાં કામ કરતા કર્મચારીઓમાં ત્રણને કોવિડના પોઝીટીવ રિપોર્ટ આવતા જ આ ફેકટરી મારફત જે કોઈ ઓર્ડર ડીલીવર થયા છે તેમને તમામને સાવધ કરી દેવામાં આવ્યા છે.

ચીનમાં એક તરફ રાષ્ટ્રીય તહેવારો મનાવાઈ રહ્યા છે તે વચ્ચે બાળકોના કપડાના ઈ-શોપીંગમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા તેમના મારફત પણ આ વાયરસ જેઓએ બાળકોના કપડા મંગાવ્યા છે કયાં સુધી ફેલાઈ શકે છે તેવી ચેતવણી આપી છે.