Site icon Revoi.in

CBIના કાર્યકારી ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના IPS અધિકારીને સોંપાશે જવાબદારી

Social Share

દિલ્હીઃ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના હાલના ડિરેકટર આઈ.કે.શુકલા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. દરમિયાન સીબીઆઈના કાર્યકારી ડિરેક્ટર તરીકે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી પ્રવીણસિંહાને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં સીબીઆઈના ડિરેક્ટરની નિમણુંક કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈના હાલના ડીરેકટર આઈ.કે.શુકલા તેમના બે વર્ષના કાર્યકાળ બાદ આજે જ નિવૃત થઈ રહ્યા છે. જેથી એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહાને સીબીઆઈના કાર્યકારી ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. આગામી 10 કે 15 દિવસમાં તેમની કાયમી નિયુક્તિ થઈ જશે. સીબીઆઈના નવા ડિરેકટર તરીકે પ્રવીણસિંહા ઉપરાંત બીએસએફના હાલના વડા અને ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના વડા વાય.સી.મોદી, સીઆઈએસએફના વડા સુભોધ જયસ્વાલ અને કેરાળાના ડીજીપી લોકનાથ બહેરાના નામ ચર્ચાઈ રહ્યાં છે. સરકાર દ્વારા એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવશે તેમાં વડાપ્રધાન ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિપક્ષના નેતાની કમીટી નવા વડાની પસંદગી કરશે.