Site icon Revoi.in

ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માત તપાસમાં સીબીઆઈ દ્રારા 5 લોકોની અટકાયત કરાઈ

Social Share

દિલ્હીઃ-  થડા દિવસ અગાઉ ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અસ્માત સર્જાયો હતો જેમાં 280થી વધુ લોકોના જીવ ગયા હતા ત્યાર બાદ રેલ્વે વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા હતા અને આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઈન્વેસ્ટિગેશન સોંપવામાં આવી હતી.

આ માલે હવે તપાસમાં સીબીઆઈ દ્રારા પાંચ લોકોની અટકાયત કરવામાં  આવી છે જેમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈએ કથિત રીતે બહાનાગા એએસએમની અટકાયત કરી છે.જાણકારી અનુસાર આ અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ તપાસમાં સેન્ટ્રલ બ્યુરોએ અનેક લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. નોંધનીય છે કે 2 જૂને થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. સીબીઆઈની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસમાં જોતરાઈ છે.

આ સહીત અંદાજે નવ અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભારી હતા તેઓ હવે સીબીઆઈના સ્કેનર હેઠળ આવ્યા છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. બહાનાગા બજાર પોલીસ સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે જ્યારે વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે.

આ સહીત રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સીબીઆઈ તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ઉલ્લેખનીય છે કે ઓડિશામાં બનેલી આ ગટના બાદ સતત સીબીઆઈ નાની નાની બાબતોને ધ્યાનમાં લઈને તપાસ તેજ બનાવી રહી છે.

Exit mobile version