Site icon Revoi.in

31 ડિસેમ્બરની ઉજવણીઃ અમદાવાદમાં રાતના 11.55થી 12.30 કલાક સુધી આતિશબાજી કરી શકાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં થર્ટી ફસ્ટ અને ન્યૂયરની ઉજવણીની યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરના રોજ રાતના 35 મિનિટ સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ ચાઈનીઝ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર 31મી ડિસેમ્બરની રાતના 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકશે. તેમજ ચાઈનીઝ અને ઇ ફટાકડા જેવા પ્રદુષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ થતો જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આ જાહેરનામાનો અમલ તા. 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી લાગુ રહેશે. અમદાવાદમાં કોરોના મહામારીને પગલે તાજેતરમાં જ રાત્રિ કરફ્યુને તા. 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. રાતના 1થી સવારે 5 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે.