Site icon Revoi.in

ગુજરાતમાં સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મજ્યંતિની ઉજવણી

Social Share

અમદાવાદઃ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મ જંયતિની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રવિદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ભજાન કિર્તન યોજાયાં હતાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સામાજીક આગેવાન પ્રો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં માઘી પૂનમના પવિત્ર માસના મહા સુદ પૂર્ણિમાના શુભ દિવસે આપણાં ધરોહર અને કુલગુરુ મહારાજ સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. પરમાત્મા સ્વરૂપ પૂણ્યાત્માના પ્રાગટ્ય દિને શ્રદ્ધાળુઓએ કોરોના મહામારીને પગલે કોરોના ગાઈડલાઈન અનુસાર ઉજવણી કરવામાં આવી હતી. સવારે સંત શિરોમણી રોહિદાસજી ના ફોટા ને ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરાયું હતું. તેમજ ડૉ. નરેન્દ્રભાઈ શાસ્ત્રીજીના મુખેથી રોહિદાસજી ના ભજનોનું રસપાન કરવામાં આવ્યું હતું. રોહિદાસજીના ભજન પ્રસંગ્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઓનલાઈન પણ જોડાયાં હતા.