Site icon Revoi.in

વારાણસી ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) દિવસ 2022ની ઉજવણી

Social Share

લખનૌઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 10મી અને 11મી ડિસેમ્બર 2022ના રોજ “યુનિવર્સલ કવરેજ ડે (UHC) 2022” ની ઉજવણીમાં બે દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી (HFW), ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં બે દિવસીય ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું સ્થળ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર રૂદ્રાક્ષ હોલ હશે. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

બે દિવસીય સંમેલનમાં ACS/પ્રિન્સિપલ સેક્રેટરી, આરોગ્ય, મિશન ડિરેક્ટર્સ NHM, ડાયરેક્ટર હેલ્થ સહિત રાજ્યના અધિકારીઓ, 5 રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડના 900 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર/ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs)ના ઈન્ચાર્જ અને મેડિકલ ઓફિસર, રાષ્ટ્રીય નિષ્ણાતો અને AB-HWCs ના રોલઆઉટને ટેકો આપતા વિકાસ અને અમલીકરણ ભાગીદારો પણ ભાગ લેશે. વારાણસી ખાતે યોજાનાર કોન્ફરન્સમાં 1200 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.

યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) નો ઉદ્દેશ્ય એ છે કે, ‘બધા લોકોને જરૂરી પ્રોત્સાહક, નિવારક, ઉપચારાત્મક અને પુનર્વસનાત્મક આરોગ્ય સેવાઓની ઍક્સેસ છે, જે અસરકારક બનવા માટે પૂરતી ગુણવત્તાની છે, જેમાં આ સેવાઓ માટે ચૂકવણી કરતી વખતે લોકોને નાણાકીય મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવી’. 12મી ડિસેમ્બર, યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2017માં સત્તાવાર રીતે “આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

UHC દિવસની થીમ “અમે ઇચ્છીએ છીએ તે વિશ્વનું નિર્માણ કરો: બધા માટે એક સ્વસ્થ ભવિષ્ય” છે જે તેની ભૂમિકા અને મહત્વને રેખાંકિત કરે છે. બધા માટે તંદુરસ્ત ભવિષ્યના નિર્માણમાં આરોગ્ય કવરેજ, ઉપરાંત, G20 હેલ્થ ટ્રેકની પ્રાથમિકતાઓમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ અને બહેતર હેલ્થકેર સર્વિસ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમાવેશ થાય છે. ડો.મનસુખ માંડવિયા ઉદઘાટન સમારોહમાં AB-HWCs, Tele-MANAS માટે CHOs અને SASHAKT પોર્ટલ માટે પ્રશિક્ષણ મોડ્યુલ્સ સાથે ઓપરેશનલ માર્ગદર્શિકા પણ લોન્ચ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પણ સન્માનિત કરશે.