Site icon Revoi.in

સોશિયલ મીડિયા પ્રભાવકોને કેન્દ્રએ કર્યા એલર્ટ, ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાત ના કરો

Social Share

નવી દિલ્હીઃ ઓનલાઈન સટ્ટાબાજી, સાથે જોડાયેલા ઓનલાઈન પ્લેટફોર્મની જાહેરાત કરતા સોશિયલ મીડિયાના પ્રભાવકો માટે કેન્દ્ર સરકારે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રિય માહિતા તેમજ પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયાના તમામ ઈંફ્લુએન્સર અને પ્રભાવશાળી લોકોને સલાહ આપતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મનો પ્રચાર અથવા જાહેરાત કરવાનું ટાળવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે જાહેરાત કરતા ખાસ કરીને યુવાનો પર ઓનલાઈન સ્ટ્ટેબાજીનો અને જુગારના મહત્વપૂર્ણ નાણાકીય અને સામાજીક-આર્થિક પ્રભાવ પડે છે.

જાહેરાતમાં સાવધાની રાખો
મંત્રાલયે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ મધ્યસ્થોને સલાહ આપી છે કે તેઓ ભારતીય લોકો માટે પ્રચાર સામગ્રીને લક્ષ્ય ના બનાવે. સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ઉપયોગકર્તાઓ વચ્ચે આવી સામગ્રી પ્રકાશિત કરવાથી બચાવા માટે જાગરૂત પ્રયાસો કરે. એડવાઈઝરીમાં મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 ની જોગવાઈઓ હેઠળ તેનું પાલન ન કરનાર સોશિયલ મીડિયા પ્રભાવકો સામે કાર્યવાહી થઈ શકે છે. આમાં સોશિયલ મીડિયા પોસ્ટ કે એકાઉન્ટ્સ દૂર કરવા અને લાગુ કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહીનો સમાવેશ છે. IT એક્ટ-2000 ની કલમ 79 મધ્યસ્થીઓને ત્રીજા પક્ષની જાણકારી, તેમના દ્વારા ઉપલબ્ધ અથવા હોસ્ટ કરવામાં આવેલી માહિતી અથવા સંચાર લિંક્સ માટેની જવાબદારીમાંથી મુક્તિ આપે છે, કલમ 79 ની પેટા-કલમ (3) (b) મુજબ મધ્યસ્થીઓને જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી.

મંત્રાલયે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ મધ્યસ્થીઓને સલાહ આપી છે કે તેઓ ભારતીય લોકોને આવી પ્રમોશનલ સામગ્રીને લક્ષ્ય ન બનાવે. સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને પણ સલાહ આપવામાં આવી છે.