Site icon Revoi.in

દિલ્હી-યુપી-હરિયાણા સહીતના 5 રાજ્યોને કેન્દ્રએ લખ્યો પત્ર- કોરોનાના વધતા સંક્રમણને લઈને આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી હતી તેવી સ્થિતિમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશ તથા હરિયાણા સહીતના 5 રાજ્યોમાં સતત ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા છે જેને લઈને કેન્દ્ર એ ચિંતા વ્યક્ત કરી છે.આ સાથે જ વિતેલા દિવસને મંગળવારના રોજ કેન્દ્રએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમને કડક તકેદારી રાખવા અને કોરોનાવાયરસના કોઈપણ ઉભરતા ફેલાવાને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે. 

કોરોનાથી પ્રભાવીત રાજ્યો અને દિલ્હીમાં  સંક્રમણ દર સતત વધી રહ્યો હોવાથી, કેન્દ્રએ તેમને નવા કેસોની દેખરેખ રાખવા અને સંક્રમણ ફેલાવાને રોકવા માટેના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપતો પત્ર લખ્યો છે.

કેન્દ્ર એ 5 રાજ્યોને પત્ત લખથીને સૂચનો આપ્યા

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ લખેલા પત્રમાં દિલ્હી અને ચાર રાજ્યોને ભીડમાં માસ્ક પહેરવા પર વિશેષ ભાર મૂક્યો છે, સાથે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય પ્રેક્ટિસનું પાલન કરવાની સલાહ આપી છે. ભૂષણે પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યો કોરોનાના કેસોને ઓળખવામાં કડક તકેદારી રાખે અને સંક્રમણના કોઈપણ ફેલાવાને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લે તે આવશ્યક છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહામારી સામેની લડાઈમાં અત્યાર સુધી મેળવેલા ફઆયદાઓને ગુમાવ્યા વિના આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોખમ મૂલ્યાંકન આધારિત અભિગમને અનુસરવાની સલાહ આપી હતી

તેમણે જણાવ્યું કે કોઈપણ પ્રકારની ઢીલ કોવિડ કેસોને ઘટાડવાના  અત્યાર સુધી મેળવેલા ફઆયદાઓ પણ પાણી ફેરવી શકે છે સાથે જ આ પત્રમાં માહિતી આપી હતી કે ભારતમાં છેલ્લા બે મહિનામાં નવા કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત અને નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી દરરોજ લગભગ 1 હજાર  કેસ નોંધાયા છે. સાપ્તાહિક સંક્મણ દર એક ટકાથી નીચે રહે છે.