Site icon Revoi.in

ડેન્ગ્યુને લઈને કેન્દ્રની સરકાર બની સતર્ક – 9 અસરગ્રસ્ત રાજ્યોમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવી

Social Share

દિલ્હીઃ- કોરોનાના કહેર બાદ દેશના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુનો કહેર વધતો જોવા મળી રહ્યો છે.વધતા જતા ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડેન્ગ્યુ પર અકુંશ મેળવવા સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમોને નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડેન્ગ્યુના પ્રકોપને પહોંચી વળવા માટે જાહેર આરોગ્યના પગલાં સહિત ટેકનિકલ માર્ગદર્શન આપવા માટે રવાના કરી છે.

ડેન્ગ્યુના અસરગ્રસ્ત રાજ્યોમાં હરિયાણા, પંજાબ, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે જ્યા ડેન્ગ્યુના વધુ કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રની ટીમને નમોકલવામાં આવી છે.

નિષ્ણાત ટીમોમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને મચ્છરજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના અધિકારીઓનો સમાવેશ થાય છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અને નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સ્વાસ્થ્ય સચિવો ને એક પત્ર પણ આ બાબતે મોકલવામાં આવ્યો છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવને ઉચ્ચ ડેન્ગ્યુના કેસો ધરાવતા રાજ્યોની ઓળખ કરવા અને નિષ્ણાતોની ટીમ મોકલવાનો નિર્દેશ આપ્યો છે.આરોગ્ય મંત્રીએ રોગના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યુના 1,530 થી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી, ઓક્ટોબરમાં લગભગ 1,200 કેસ નોંધાયા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં આ મહિનામાં સૌથી વધુ કેસ છે.

ઉલ્લખેનીય છે કે ડેન્ગ્યુના પ્રકોપને પહોંચી વળવા માટે જાહેર આરોગ્યના પગલાં સહિત ટેકનિકલ માર્ગદર્શન આપીને રાજ્ય સરકારોને મદદ કરવા માટે કેન્દ્રીય ટીમો તૈનાત કરવાનો સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે,