નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત સરકાર દ્વારા નવા વર્ષ 2026નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરગને આ કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. વર્ષ 2026ના આ કેલેન્ડરમાં દરેક મહિના માટે ભારતની પ્રગતિ અને ગૌરવને દર્શાવતી અલગ-અલગ થીમ રાખવામાં આવી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે દેશની બદલાતી તસવીર રજૂ કરવામાં આવી છે.
- મે મહિનામાં ‘ઓપરેશન સિંદૂર’ અને સૈન્ય શક્તિની ઝલક
આ વર્ષના કેલેન્ડરમાં મે મહિનાની થીમ સૌથી આકર્ષક અને ખાસ રાખવામાં આવી છે. આ મહિનામાં ‘ઓપરેશન સિંદૂર‘ ભારતીય સેનાનો પરાક્રમ, સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન, આઈ.એન.એસ. વિક્રાંત અને બ્રહ્મોસ મિસાઈલના સ્વદેશી નિર્માણને સ્થાન આપવામાં આવ્યું છે. જે ભારતની વધતી સૈન્ય તાકાતનો પરિચય આપે છે.
- જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની ખાસ થીમ્સ
જાન્યુઆરી: આત્મનિર્ભરતાથી આત્મવિશ્વાસ અને સંરક્ષણ ક્ષેત્રે વિનિર્માણ.
ફેબ્રુઆરી: આ મહિનો સંપૂર્ણપણે દેશના અન્નદાતા (ખેડૂતો) ને સમર્પિત છે.
માર્ચ: નારી શક્તિ ફોર ન્યૂ ઇન્ડિયા – મહિલા નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ.
એપ્રિલ: સરળીકરણથી સશક્તિકરણ અને નીતિઓમાં પારદર્શિતા.
જૂન: સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત.
જુલાઈ: વંચિતોનું સન્માન, ગરિમા અને સમાવેશ.
ઓગસ્ટ: યુવા શક્તિ, સ્ટાર્ટઅપ્સ, સ્કીલ ઇન્ડિયા અને ઓલિમ્પિક્સની યજમાની.
સપ્ટેમ્બર: ગતિ શક્તિ અને ઝડપથી બદલાતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
ઓક્ટોબર: પરંપરાથી પ્રગતિ – મહાકુંભ, રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને યોગ દિવસ.
નવેમ્બર: સબકા સાથ, સબકા સન્માન અને એકતા.
ડિસેમ્બર: વિશ્વબંધુ ભારત – વૈશ્વિક વિકાસ અને માનવતાની સેવામાં અગ્રેસર ભારત.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેલેન્ડરના દરેક મહિનાના પેજ પર એક QR કોડ આપવામાં આવ્યો છે. આ કોડને સ્કેન કરવાથી જે-તે મહિનાની થીમ અને તેને લગતી ભારત સરકારની યોજનાઓ તથા સિદ્ધિઓની વિગતવાર માહિતી નાગરિકોને ડિજિટલ માધ્યમથી મળી રહેશે.
Union Minister of State @DrLMurugan releases Government of India Calendar 2026:
“Bharat@ 2026: Seva, Sushasan aur Samriddhi”
Watch: @MIB_India pic.twitter.com/3xPVwPtf91
— PIB India (@PIB_India) December 31, 2025
આ પણ વાંચોઃ ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 8 ના મોત, તપાસના આદેશ અપાયો

