Site icon Revoi.in

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું ઉદ્ઘાટન  

Social Share

ચંદીગઢ:આજે શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ હાજર રહ્યા હતા.અને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નામબદલીનું ઉદ્ઘાટન કર્યું હતું

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને અનિલ વિજ સહિત બંને રાજ્યોના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને બીએલ પુરોહિત પણ હાજર હતા.નામ બદલવાની સાથે જ એરપોર્ટના નામકરણને લઈને પંજાબ અને હરિયાણા સરકાર વચ્ચેની સાત વર્ષ જૂની મડાગાંઠ પણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બરે તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દરમિયાન ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. હરિયાણાએ વાંધો ઉઠાવ્યો હતો કે એરપોર્ટનું નામ ચંદીગઢ રાખવામાં આવે કારણ કે તે બંને રાજ્યોની સંયુક્ત રાજધાની છે. ભૂપિન્દર સિંહ હુડ્ડા ભગત સિંહનું નામ આપવા સંમત થયા હતા.