Site icon Revoi.in

શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું નિધનઃ કોરોનાનો લાગ્યો હતો ચેપ

Social Share

દિલ્હીઃ દેશમાં શૂટર દાદીમા તરીકે ઓળખાતા ચંદ્રા તોમરનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું. 89 વર્ષીય દાદીમાને કોરોનાનું સંક્રમણ લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ચંદ્રા તોમર ઉપરથી અગાઉ હિન્દી ફિલ્મ સાંડ કી આંખ બની હતી. આ ફિલ્મ બાદ ચંદ્રા તોમરને સમગ્ર દેશમાં લોકો ઓળખતા થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મુઝફ્ફરનગરમાં જન્મેલા ચંદ્રા તોમરને કોરોનાનો ચેપ લાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બાગપતનાં બિનૌલીના જૌહરીના પીઢ શૂટર ચંદ્રા તોમરનું મેરઠ મેડિકલ કોલેજમાં અંતિમ શ્વાસ લીધા હતા. દાદીમાના સંબંધીઓએ તેના મૃત્યુનું કારણ મગજ હેમરેજ ગણાવ્યું હોવાનું જાણવા મળે છે.

તેમના પુત્ર વિનોદ તોમારે જણાવ્યું હતું કે સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તપાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તેના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શૂટર દાદીએ ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી છે અને તે વિશ્વનો સૌથી જુના શૂટર માનવામાં આવે છે. તેણે તેની બહેન પ્રકાશી તોમર સાથે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પ્રકાશી વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા શૂટર્સમાં શામેલ છે. બોલીવુડની ફિલ્મ સાંડ કી આંખ દાદી ચંદ્રા તોમર અને પ્રકાશી તોમરની રીયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે.