Site icon Revoi.in

નવા મંત્રી મંડળના ગઠનને લીધે ST કર્મચારીઓના આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર, હવે 8મીથી માસ સીએલ

Social Share

રાજકોટઃ રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓના આંદોલન કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે 8મી ઓક્ટોબરથી માસ સીએલ પર ઉતરવા એલાન કરાયું છે. હાલ રાજ્યમાં નવા મંત્રી મંડળનું ગઠન અને અતિવૃષ્ટિના કારણે આંદોલનના સમયમાં ફેરફાર કરાયો છે. અગાઉ 22મીથી ડ્રાઈવર – કંડકટર સહિતના કર્મીઓ હડતાલ પર ઉતરવાના હતા. હવે આગામી તા. 8મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર જશે.

ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક), ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજૂર મહાજન), ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ(બી.એમ.એસ.) આ ત્રણ સંગઠનો દ્વારા આંદોલનનો નવો કાર્યક્રમ જાહેર કરાયો છે અને આંદોલનને આ ત્રણેય સંગઠનોએ ટેકો પણ જાહેર કર્યો છે. આંદોલન કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, એમાં તા.16થી 24 સપ્ટેમ્બર કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે, તા.27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રિસેશ દરમિયાન સૂત્રોચ્ચાર કરશે, તા.4થી 7 ઓક્ટોબર સુધી રિસેશ દરમિયાન ઘંટનાદ કરશે, તા.7 ઓક્ટોબરની મધ્યરાત્રી એટલે કે તા.8 ઓક્ટોબરથી પ્રશ્નોનોનો નિકાલ ન થાય ત્યાં સુધી કંડકટર-ડ્રાઈવર સહિતના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને હડતાલ પાડશે. અગાઉ તા. 22મીની મધરાતથી એસટીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરવાના હતા. પણ હાલ રાજ્યમાં નવા મંત્રી મંડળનું ગઠન તેમજ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થતા એસટી કર્મચારીઓના આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.