Site icon Revoi.in

દિલ્હી સરકારે કેટલાક વિભાગોમાં કર્યા ફેરફાર: પ્રિન્સીપલ હેલ્થ સેક્રેટરીને સોપાયો સેવાનો વિભાગ

Social Share

દિલ્લી: દિલ્હી સરકારે ઘણા અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ કર્યા છે.પ્રધાન સ્વાસ્થ્ય સચિવને સેવાનો વિભાગ આપવામાં આવ્યો છે. કોવિડ મહામારી વચ્ચે દિલ્હીમાં સ્વાસ્થ્ય વિભાગનો વધારાનો હવાલો બનાવવામાં આવ્યો છે. આઈએએસ અધિકારી વિક્રમ દેવ દત્તને પ્રિન્સિપલ સેક્રેટરી સર્વિસ બનાવવામાં આવ્યા છે, તેઓ હેલ્થ ડિપાર્ટમેન્ટનું સંચાલન પણ ચાલુ રાખશે. તેમને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે.

દેશમાં કોરોના વેક્સીનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે,જેમાં 60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ વચ્ચે દિલ્હીમાં લોકોને વેક્સીન પ્રત્યે જાગૃત કરવા માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવશે. હાલમાં જાહેર થયેલ વેક્સીનના ડેટા બાદ,દિલ્હીમાં વેક્સીનેશન પ્રોગ્રામમાં ઝડપી બનાવવા સૂચન કરવામાં આવ્યું છે. એવામાં હવે ડોર ટુ ડોર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

કેટલીક ટીમોને આખા શહેરના કેટલાક ભાગોમાં મોકલવામાં આવશે, જે 60 વર્ષથી ઉપરના અને ગંભીર બીમારીથી પીડિત 45 થી 59 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવા માટે જાગૃત કરશે. આ ટીમો કોવિન સિસ્ટમ દ્વારા લોકોની નોંધણી કરવામાં મદદ કરશે અને જો કોઈને કેન્દ્રમાં જવાનું કોઈ સાધન ન હોય તો તેઓ તેમના માટે તે તમામ વ્યવસ્થા પણ કરશે.

-દેવાંશી