Site icon Revoi.in

શિયાળાના ઉનના ગરમ કપડાથી લઈને બ્લેન્કેટને વોશ કરવા માટે જોઈલો આ આસાન નુસ્ખાઓ

Social Share

હવે શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં માળીયે ચઢાવેલા ગરમ કપડા કાઢવાનો પમ વખત આવી ગયો છે, આપણે દરરોજ સ્વેટર, સાલ ,ટોપી ,મોજા જેવા ગરમ વસ્ત્રો પહેરતા હોઈએ છીએ અને રાત્રે બ્લેન્ક્ટે પણ ઓઢીએ છીએ જો કે એક અઠવાડજિયા કે 15 દિવસ બાદ આ બધી વસ્તુઓ વોશ કરીએ છીએ તો આજે આ દરેક વસ્તુોને કઈ રીતે વોશ કરવી જોઈએ જેથી તેની આવરદા વધે અને તે જલ્દી ખરાબ ન થાય તેની ટ્રિક જોઈશું

બ્લેન્કેટ

ઓઢવાનું બ્લેન્કેટ ખૂબ ભારી હોય છે તેને વોશ કરવા માટે તમારે લિક્વિડ અથવા તો હેર શેમ્પુનો ઉપયોગ કરી શકાય આ માટે મોટા વાસણમાં પાણી લઈને તેમાં કોઈ પણ લિક્વિડ કે શેમ્પૂ મિક્સ કરીદો હવે બ્લેન્કેટને ઓછામાં ઓછા 2 કલાક તે પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ તેને હળવા હાથ વોશ કરીલો.

 સૌથી પહેલા આ ભારે રજાઇ અને ધાબળાને બે-ચાર દિવસ તડકામાં રાખો. સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા પછી, તેમાં એકઠી થયેલી ધૂળને લાકડીની મદદથી દૂર કરો. આમ કરવાથી તેની અંદરનું ફેબ્રિક હળવું બને છે અને ભેજ દૂર થાય છે. જેના કારણે તે ફ્રેશ થઈ જાય છે અને તેમાંથી આવતી ગંધ દૂર થઈ જાય છે.ત્યાર બાદ તેને વોશ કરો

ગરમ વસ્ત્રો

ઉનના સ્વેટર કે જેકેટની જો વાત કરીએ તો તેને પણ પ઼તમે સાદા ઠંડા પાણી વડે ઘોવાનું રાખો, બને ત્યા સુધી વોશિંગ મશિનમાં ક્યારેય આ કપડા ન ધોવા જોઈએ, આ કપડાને ધોવા માટે કપડા ઘોવાનું લિક્વિડ યૂઝ કરવું જોઈે.

 ગરમ કપડાને બાલ્ટિમાં લિક્વિડ નાખીને પલાળી રાખવા જોઈએ ત્યાર બાદ તેને બન્ને હાથ વડે મસળી મસળીને ધોઈલો ,ધ્યાન રાખવું કે ઉનના કે ગરમ કપડાને ક્યારેય બ્રેશ વડે સાફ ન કરવા જોઈએ