Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે ગુરૂવારે દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાતનો રોડ-શો યોજશે

Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જશે અને આવતી કાલે દિલ્હી ખાતે આયોજીત રોડ શોમાં હાજર રહેશે. ગુજરાત સરકાર દ્વારા દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વિદેશ ઉપરાંત અલગ-અલગ રાજ્યોમાં રોડ શોનું આયોજન કર્યું છે. રોડ શો ના કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહના ખાસ આમંત્રિત કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વાયબ્રન્ટ સમિટમાં વિદેશી અને અલગ અલગ રાજ્યોના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરી ઔદ્યોગિક એકમોનો વિકાસ કરે તે હેતુથી ઉદ્યોગકારોને આમંત્રિત કરવા દિલ્હીમાં રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલ અને સરકારના ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન દિલ્હી ખાતે આયોજિત રોડ શોમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે સુરત ખાતેના ભાજપના સ્નેહમિલન સમારોહમાં હાજરી આપ્યા બાદ દિલ્હી રવાના થશે. અને આવતીકાલે ગુરૂવારે રોડ શોમાં હાજરી આપી મોડી સાંજે ગાંધીનગર પરત ફરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ માટે સરકાર દ્વારા આયોજિત અલગ- અલગ રોડ શોનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે પણ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાનારા રોડ શોમાં મંત્રીમંડળના અન્ય સભ્યો હાજર રહેશે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અબુધાબી ખાતે રોડ શોમાં ઉપસ્થિત રહેશે. જયારે દેશભરના 6 રાજ્યોના મેટ્રોપોલીટીન સીટીમાં રોડ શો યોજાશે જેમાં અલગ અલગ વિભાગના મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.