Site icon Revoi.in

આસામમાં જેહાદી પ્રવૃત્તિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ આસામ હવે જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે અને છેલ્લા કેટલાક મહિનામાં અહીં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ ઈસ્લામના પાંચ ‘મોડ્યૂલ’નો પર્દાફાશ થયો હોવાનો રાજ્યના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અંસારુલ ઇસ્લામના છ બાંગ્લાદેશી નાગરિકો યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આસામ આવ્યા હતા અને તેમાંથી એકની આ વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બારપેટામાં પ્રથમ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, આસામની બહારના ઈમામ ખાનગી મદરેસાઓમાં અભ્યાસના નામે મુસ્લિમ યુવાનોને ફસાવવાનો પ્રયાસ કરે છે તે ચિંતાજનક છે. જેહાદી ગતિવિધી આતંકવાદી-ઉગ્રવાદ પ્રવૃતિથી ખુબ અલગ હોય છે. તેઓ ઘણા વર્ષો સુધી યુવાનોને ઉશ્કેરે છે, તે બાદ ઇસ્લામિક કટ્ટરવાદને ફેલાવવાના પ્રયાસો શરૂ કરે છે, અને અંતમાં વિધ્વંસક પ્રવૃત્તિઓ તરફ આગળ વધે છે. રાજ્યમાં વર્ષ 2016-17માં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારા બાંગ્લાદેશી નાગરિકોએ COVID-19 રોગચાળા દરમિયાન અનેક તાલીમ શિબિરોનું સંચાલન કર્યું હતું.

તેમણે કહ્યું, “આમાંથી અત્યાર સુધી માત્ર એક બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે અને હું લોકોને અપીલ કરું છું કે જો બહારના રાજ્યમાંથી કોઈ મદરેસામાં શિક્ષક કે ઈમામ બને તો સ્થાનિક પોલીસને જાણ કરે.”