Site icon Revoi.in

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

Social Share

અમદાવાદ:દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે ગુજરાતના સીએમ પણ રસી લેવા જઈ રહ્યા છે.સૌથી વધારે કોરોના ગ્રસ્ત રાજ્યમાં ગુજરાત પણ સામેલ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની વેક્સીન લઈને અન્ય ગુજરાત પ્રજાઓને વેક્સીન લેવાનો પ્રોત્સાહન  આપ્યું છે .ગુજરાત માં પણ સરકાર દ્વારા વેક્સીનેશનની પ્રક્રિયાને વધારે તેજ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી આજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સીએમ સવારે  ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.. વેક્સીનનો ડોઝ લઈને રાજ્યની જનતાને પણ વધુમાં વધુ રસી લેવા માટેની અપીલ કરી હતી.

રાજ્યમાં અત્યાર સુધી એક કરોડ 5 લાખ 90 હજાર 594 લોકોએ રસી લીધી છે. જેમાં 90 લાખ 34 હજાર 309 લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 285 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.

હાલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કે ભીડમાં ભેગા થવાનું ટાળવું, માસ્ક અવશ્ય લગાવવું અને વેક્સીનનો ડોઝ બાકી હોય તેવોએ લઇ લેવો.કોરોનાથી બચવા માટે તે તકેદારી સારામાં સારું શસ્ત્ર છે.

દેવાંશી