Site icon Revoi.in

સરકારી શાળાના 30 કિમીના વિસ્તારમાં રહેતા બાળકોને હવે મળશે મફત બસ સુવિઘા – કેજરીવાલ સરકારનો નિર્ણય

Social Share

 દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 13 સપ્ટેમ્બરે પંજાબમાં ‘સ્કૂલ ઑફ એમિનન્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ સીએમ કેજરીવાલે જનસભાને પણ સંબોધિત કરી હતી.આપના મંત્રી એ કહ્યું કે અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે તમારા બાળકોને ભણાવવાની જવાબદારી મારી છે, તે કામ આજથી શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 117 શાળાઓ બનાવવામાં આવશે, 117 શાળાઓનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ તમામ સરકારી શાળાઓમાં 8200 બેઠકો છે, જેના માટે 1 લાખ અરજીઓ આવી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે અમે જે સરકારી શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું તે પ્રકારની સુવિધાઓ અહીંની કોઈપણ ખાનગી શાળામાં ઉપલબ્ધ નહીં હોય. સીએમ કેજરીવાલે કહ્યું કે પંજાબની દરેક સરકારી શાળાને આ રીતે બનાવવામાં આવશે.

આ સહીત તેમણે કહ્યું કે  આ અવસરે દિલ્હીના સીએમએ એવી પણ જાહેરાત કરી હતી કે સરકારી શાળાના 30 કિલોમીટરના દાયરામાં રહેતા બાળકોને મફત બસ સેવા મળશે. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા.

આ સાથે જ વઘુમાં સીએમ કેજરીવાલે કહ્યું કે રાજ્યમાં આવી વધુ શ્રેષ્ઠ શાળાઓ ખોલવામાં આવશે, દરેક સરકારી શાળાને આવી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં ઉત્તમ શાળાઓ બનાવી છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે પંજાબમાં શિક્ષણની ક્રાંતિ અમૃતસરની પવિત્ર ભૂમિથી શરૂ થઈ છે.

વઘુમાં એમ પણ જણાવ્યું કે  પંજાબના સીએમ ભગવંત માન અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ગરીબ બાળકોના સપનાને પાંખો આપી છે, ગરીબ બાળકોના સપના સાકાર થશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે પંજાબમાં શિક્ષણની ક્રાંતિ અમૃતસરની પવિત્ર ભૂમિથી શરૂ થઈ છે.