Site icon Revoi.in

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી બચાવવા માટે આકરો નિર્ણય લીધો છે. હવે બાળકો અઠવાડિયામાં માત્ર 3 કલાકથી વધારે ઓનલાઈન ગેમ્સ નહીં રમી શકે. ચીન સરકારનો આ નિયમ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અમલમાં મુકવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સમાં ઑનલાઈન ગેમની સરખામણી ઈલેક્ટ્રોનિક ડ્રગ્સ સાથે કરવામાં આવી હતી.

ચીન સરકારના જણાવ્યા અનુસાર બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. ચીનના નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશનની નોટિસ મુજબ, ચીનમાં 1 સપ્ટેમ્બરથી બાળકો શુક્રવારે, વીકેન્ડ અને જાહેર રજાના દિવસે જ સવારે 8 થી 9 વાગ્યા સુધી ઓનલાઈન ગેમ રમી શકે છે. અગાઉ 2019માં અમલ કરવામાં આવેલા નિયમ અંતર્ગત બાળકોને પ્રતિદિન દોઢ કલાક અને જાહેર રજાના દિવસે 3 કલાક જ ઓનલાઈન ગેમ રમવાની મંજૂરી આપવામાં આવી હતી.

ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ મનાય છે. ચીની વહીવટી તંત્ર ટેક્નોલૉજી સેક્ટર પર લગામ લગાવવા માટે એક પછી એક સખ્ત નિર્ણય લઈ રહ્યું છે.ચીનના નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશનની નોટિસ મુજબ, ચીનમાં 1 સપ્ટેમ્બરથી બાળકો શુક્રવારે, વીકેન્ડ અને જાહેર રજાના દિવસે જ સવારે 8 થી 9 વાગ્યા સુધી ઓનલાઈન ગેમ રમી શકે છે. અગાઉ 2019માં અમલ કરવામાં આવેલા નિયમ અંતર્ગત બાળકોને પ્રતિદિન દોઢ કલાક અને જાહેર રજાના દિવસે 3 કલાક જ ઓનલાઈન ગેમ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. નવા નિયમથી ગેમ સેક્ટરની મોટી કંપની ટેન્સેન્ટ સહિત ચીનની કેટલીક મોટી ટેક્નોલૉજી કંપનીઓને નુક્સાન થશે. ટેન્સેન્ટની ઑનર ઑફ કિંગ્સ ઑનલાઈન મલ્ટીપ્લેયર ગેમ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ ઉપરાંત નેટઈઝ ગેમિંગ કંપનીને પણ અસર થશે.

(Photo-File)