Site icon Revoi.in

પડકાર: ચીન બનાવી રહ્યું છે ગોળીઓ ચલાવનારું રોબોટ ડૉગ, લગાવે છે બેહદ સટીક નિશાન

Social Share

બીજિંગ: ચીન એવો રોબોટ ડોગ બનાવી રહ્યું છે કે જે મોટા પ્રમાણમાં ગોળીઓ ચલાવી શકે છે. આ રોબોટ ડોગ ચાર પગવાળું એક મશીન છે, તેનો ઉપયોગ નવા ઈલેક્ટ્રોનિક પાળતું જાનવરોના રૂપમાં થઈ રહ્યો છે. આ ટ્રેક અને પીલ્ડ એથલીટ માટે ડિસ્ક્સ લઈ જવા જેવા કામો કરવામાં પણ સક્ષમ છે.

ચીની સેનાએ મીડિયાના માધ્યમથી ફૂટેજ શેયર કર્યા છે. તેમાં કેટલાક શ્વાન હથિયારોથી સજ્જ છે અને લાઈવ મિલિટ્રી એક્સરસાઈઝની વચ્ચે જોવા મળી રહ્યા છે. જો કે ટીકાકારોએ આ વીડિયોને માત્ર પ્રચાર ગણાવ્યો છે અને તેને ગંભીરતાથી નહીં લેવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે આ રોબોટ ટ્રેન્ડ સૈનિકોનો ગતિ અને સટીકતાથી મુકાબલો કરી નહીં શકે.

જો કે ઘણાં એક્સપર્ટ્સ એવા પણ છે કે જેઓ આ નવી તકનીકની ક્ષમતાને ઘણી ગંભીરતાથી લઈ રહ્યા છે. તેમું કહેવું છે કે આ ભવિષ્યના યુદ્ધમાં ક્રાંતિ લાવી શકે છે. યુએસ મરીન કોર્પ્સે ચીનમાં બનેલા ઘણાં રોબોટ ડોગ ગત વર્ષ ખરીદયા હતા અને યુદ્ધ દરમિયાન તેની ક્ષમતાઓને લઈને ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન શું તારણ આવ્યું, તેની જાણકારી સામે આવી નથી. ચીનના એક્સપર્ટ્સ પણ આને લઈને રિસર્ચ કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રોબોટિક ડોગ્સ હથિયારોને સંભાળવાના મામલામાં સૈનિકોને પણ મ્હાત આપી શકે છે.

ચીનના સાઈન્ટિસ્ટ જૂ ચેંગ અને તેની ટીમે એક પેપર લખ્યું છે, જે ચાઈનીઝ જર્નલ ઓફ એન્જિનિયરિંગમાં પ્રકાશિત થયું છે. તેમાં તેને એક પગવાળા સ્ટ્રાઈક પ્લેટફોર્મની જેમ બનાવવામાં આવ્યું હતું. ચીની ટીમ તરફથી તેને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું, તેના પ્રમાણે, અમેરિકાની સેના આ શ્વાનોને યુદ્ધના મેદાનમાં સૌથી સારી રીતે વાપરી નહીં શકે. ટેસ્ટ દરમિયાન ઉજાગર થયું કે રોબોટ ડોગે 100 મીટરના અંતર પર ઉભેલા માનવ આકારના ટાર્ગેટ પર 10 રાઉન્ડ ફાયર કર્યા. અહીં જો નિશાન કોઈ વ્યક્તિની છાતી હોત, તો મોટાભાગની ગોળીઓ તેના હ્રદય અને તેની આસપાસના ભાગમાં લાગત.