Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળ્યું, વાતચીતથી સમસ્યા દૂર કરવા કર્યું સૂચન

Social Share

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 270 દૂર કર્યાંને 3 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવે છે પાકિસ્તાનને આશા છે કે, દુનિયાના કોઈ પણ દેશ સમર્થન આપે કે ના આપે પરંતુ ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સહયોગ કરશે. પરંતુ ચાલાક ચીને પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવી નાખ્યું છે, ચીને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનને ચર્ચા કરીને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની અપીલ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ આર્ટીકલ 370 દૂર કરી હતી. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવામાં આવતા પાકિસ્તાને રોદડા રોવાનું શરૂ કર્યું હતું. તેમજ યુએન સહિતના વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બુઆ ચુનયિંગએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ભારત-પાકિસ્તાને વાતચીત કરીને શાંતિપૂર્વક નિકાલ લાવવો જોઈએ. કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને સુસંગત છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષો જૂનો મુદ્દો છે, ત્રણ વર્ષ અગાઉ અમેક કહ્યું હતું કે, વાતચીતના માધ્યમથી આ સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે, આ અમારો આંતરિક માંમલો છે. જેથી અન્ય દેશોને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ. તેમજ ભારતે અનેકવાર પાકિસ્તાનને કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને રહેશે.