Site icon Revoi.in

ચીનમાં બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સમય મર્યાદા નક્કી કરાશે

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીન બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહ્યું છેયુવાનોમાં ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ એક વ્યસન બની રહ્યો છે. ચીનના સાયબર સ્પેસ રેગ્યુલેટર (CAC) એ  કહ્યું કે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો ઉપયોગ દિવસમાં બે કલાક સુધી મર્યાદિત હોવો જોઈએ. 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 40 મિનિટ અને 8થી 15 વર્ષની ઉંમરના બાળકો દિવસમાં એક કલાક જ મોબાઈલ ફોન વાપરી શકશે.

CAC વધુમાં કહ્યું કે સ્માર્ટ ઉપકરણ કંપનીઓને મોબાઈલ ફોનમાં નાબાલિક મોડ આપવો જોઈએ જેથી 18 થી ઓછી વયના લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે ઇન્ટરનેટ ઍક્સેસ ન કરી શકે. સૂચિત ફેરફારમાં કંપની દ્વારા સમય મર્યાદા પણ નક્કી કરવી જોઈએ.

આ પ્રસ્તાવ મુજબ, 16 થી 18 વર્ષની વચ્ચેના કિશોરો બે કલાક,  8 થી 15 વર્ષની વયના બાળકોને દિવસમાં માત્ર એક કલાકની મંજૂરી આપવામાં આવશે, જ્યારે 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત 40 મિનિટની મંજૂરી આપવામાં આવશે.સગીરોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય ગણાતી એપ્સ અથવા પ્લેટફોર્મ જેવી અમુક સેવાઓને જ મુક્તિ આપવામાં આવશે. CAC એ સ્પષ્ટ કર્યું નથી કે કઈ ઇન્ટરનેટ સેવાઓને છૂટ આપવામાં આવશે.