Site icon Revoi.in

કુટનીતિ-સૈન્યનીતિમાં ભારતથી પરાજયનો સ્વાદ ચાખનાર ચીન હવે પાણી મામલે યુદ્ધ કરશે !

Social Share

નવી દિલ્હીઃ મુત્સદ્દીગીરી અને સૈન્ય નીતિના મોરચે ભારત તરફથી જડબાતોડ જવાબ મળ્યા બાદ ચીન હવે ભારતને પરેશાન કરવા માટે નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન ભારત સાથે ‘વોટર વોર’ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના વલણને જોતા ભારત સરકારે હવે તેને વોટર વોરમાં માત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત ઈચ્છતું નથી કે તે કોઈપણ મોરચે ચીન કરતા નબળું સાબિત થાય, તેથી તેણે અરુણાચલ પ્રદેશમાં ચીનના નવા પગલા સામે ઘેરાબંધી શરૂ કરી છે. ભારત સરકારે અરુણાચલમાં સુબાનસિરી ખાતે ચાલી રહેલા 11,000 મેગાવોટની હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધી છે. આ ઉપરાંત તેણે પહેલાથી જ સ્થાપિત ત્રણ પ્રોજેક્ટના વિસ્તરણનું કામ પણ શરૂ કર્યું છે.

ચીનનું નવું પગલું ભારત સાથે ‘વોટર વોર’ લડવાનું છે. તે દુષ્કાળ કે પૂર દ્વારા ભારતને નુકસાન પહોંચાડવા માંગે છે. આ માટે ચીન અરુણાચલ પ્રદેશ બોર્ડર પાસે યાર્લુંગ ઝાંગબો નદી (બ્રહ્મપુત્રા) પર 60,000 મેગાવોટનો ડેમ બનાવી રહ્યું છે, જેનાથી ભારતની ચિંતા વધી ગઈ છે. અધિકારીઓને આશંકા છે કે ચીન આ ડેમ દ્વારા બ્રહ્મપુત્રા નદીનું પાણી ડાયવર્ટ કરી શકે છે અથવા પાણી છોડીને ભારતમાં પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. જો આમ થશે તો અરુણાચલ પ્રદેશ, આસામ સહિત અનેક રાજ્યોમાં સમસ્યા સર્જાશે, સાથે જ બાંગ્લાદેશને પણ અસર થશે.

ભારત ‘જળ યુદ્ધ’ના મોરચે પણ ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશમાં બંધ પ્રોજેક્ટ પર કામ ઝડપી કરવામાં આવ્યું છે, જ્યારે 2000 મેગાવોટનો સુબનસિરી પ્રોજેક્ટ આ વર્ષના મધ્ય સુધીમાં તૈયાર થઈ જશે. આ સિવાય અન્ય હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ લાઇનમાં છે. આ પ્રોજેક્ટમાં એક વર્ષ સુધી પાણીનો સંગ્રહ કરી શકાશે. જો ચીન ડેમ દ્વારા પાણી છોડે તો તેને પણ રોકી શકાય છે. બ્રહ્મપુત્રા નદી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નદીમાં 30 ટકા તાજા પાણીનો સ્ત્રોત છે, તેથી 40 ટકા વીજળી પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે, આ નદીનો 50 ટકા ભાગ ચીનમાં પડે છે, જેના પર તે ડેમ બનાવી રહ્યું છે.

Exit mobile version