Site icon Revoi.in

વિસ્તારવાદી ચીનની નજર પાકિસ્તાનની ધરતી ઉપરઃ 50 લાખ નાગરિકોને પાકિસ્તાન મોકલશે ચીન

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં ચીનની દરમિયાનગીરીમાં સતત વધારો થઈ ગયો છે. ચીન સતત પોતાના નાગરિકોને એલગ-અલગ પ્રોજેક્ટના બહાને પોતોના નાગરિકોને મોકલી રહ્યું છે. જેથી એવુ મનાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકોનો દબદબો હશે. પહેલા ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારેના નિર્માણ મારફતે અને હવે પાકિસ્તાનમાં મેડિકલ સુવિધાઓને મજબુત કરવાના બહાને પોતાના નાગરિકોને મોકલી રહ્યું છે. ચીન આગામી ચાર વર્ષમાં નિર્માણ અને આરોગ્ય સેવાઓના બહાને 50 લાખ નાગરિકોને પાકિસ્તાન મોકલશે.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનનું પ્રભુત્વ વધ્યું છે. બીજી તરફ બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવા સંગઠનો ચીની નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે અને હુમલાને અંજામ આપી રહ્યાં છે. ચીનનો જેમ-જેમ પાકિસ્તાનમાં પ્રભાવ વધી રહ્યો છે તેમ તેમ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો ઉપર હુમલાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો . એપ્રિલમાં ચીનના રાજદૂત જ્યાં રોકાયા હતા તે જ હોટલમાં કાર બોમ્બથી હુમલો થયો હતો. જુલાઈમાં પાકિસ્તાનના દાસ જળવિદ્યુત ડેમ નજીક નવ ચીની નાગરિકોના મોત થયાં હતા. જે બાદ બિજીંગે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારે પણ પોતાનું કામ રોક્યું હતું. ઓગસ્ટમાં બલુચિસ્તાનના ગ્વાદરમાં ઈસ્વ-વે એક્સપ્રેસ-વે નજીક ચીની નાગરિકોને લઈ જતા એક વાહન ઉપર હુમલો થયો હતો. જેમાં બે બાળકોના મોત થયાં હતી. જ્યારે એક ચીની નાગરિક સહિત 3 લોકો ઘાયલ થયાં હતા. જે બાદ ચીને પાકિસ્તાનમાં સુરક્ષા વધારવા ચાલીક કરી હતી અને તેની ઉચ્ચસ્તરની તપાસ કરાવવા સૂચના આપી હતી.