Site icon Revoi.in

ચીનની વધી મુશ્કેલી, CPECનું કામ ઘણાં મહિનાઓથી બંધ

Social Share

નવી દિલ્લી: ચીન અને પાકિસ્તાનને જોડતો કોરિડોર છેલ્લા કેટલાક સમયથી તમામ દેશો માટે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. કેટલાક દેશો ચીનના આ કોરિડોરને લઈને ચિંતા પણ વ્યક્ત કરતા જોવા મળ્યા છે. પણ હવે પાકિસ્તાનની મીડિયા દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે જે ચીનની ચિંતામાં વધારો કરે છે.

પાકિસ્તાનની મીડિયાના રિપોર્ટ અનુસાર ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું કામ ઘણાં મહિનાઓથી બંધ છે. તેના સૌથી મોટા પ્રોજેક્ટ (મેન લાઈન 1) અંગે તો ચીને જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાકિસ્તાનને 9 અબજ ડોલરની લોન નહીં આપે.

ચીન માટે સીપીઈસી પ્રોજેક્ટને લઈને ગળામાં હાડકું એવી રીતે ફસાયું છે જેમ શ્વાનના ગળામાં હાડકુ ફસાય. ચીન દ્વારા પહેલાથી જ આ પ્રોજેક્ટમાં અબજો ડોલર રોકવામાં આવ્યા છે અને સાથે તમામ શરતો પણ ગુપ્ત રાખવામાં આવી છે. ચીન દ્વારા આ પ્રોજેક્ટ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે બાબતે કોઈ ખાસ જાણકારી જાહેર કરવામાં આવી નથી અને ચીને પાકિસ્તાનને કેટલા ટકા વ્યાજ પર લોન આપી છે તેના વિશે પણ જાણકારી આપવામાં આવી નથી.

હવે ચીનને લાગવા લાગ્યું છે કે તેને CPECને લઈને ભૂલ કરી છે. તેથી પાકિસ્તાનમાં ચીનના રાજદૂત રાજકીય પાર્ટીઓની મદદ માગી છે, કે જેથી આ પ્રોજેક્ટમાં કામ આગળ વધી શકે. CPECના ચેરમેન આસિમ સલીમ બાજવાના પૂર્વ આર્મી ચીફ છે અને તેના પર ભ્રષ્ટાચારના ઘણાં જ ગંભીર આરોપ છે.

ગત મહિને પાકિસ્તાનની સંસદે CPEC સાથે જોડાયેલા એક મહત્વનું બિલ પાસ કર્યું હતું. પરંતુ વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ મામલા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સંસદની મદદથી દેશની સામે રાખે. ઈમરાન સરકાર તેના માટે તૈયાર નથી. વિપક્ષનો આરોપ છે કે આ પ્રોજેક્ટથી પાકિસ્તાનને કોઈ ફાયદો નહીં થાય, જ્યારે ચીન કરોડો ડોલર કમાશે અને તેના અધિકારો પર કાયદો પણ લાગુ નહીં થાય.