Site icon Revoi.in

ચાઈનિઝ કોબી બોક ચોય પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો તેમાં સમાયેલા સ્વાસ્થ્યલક્ષી ગુણો

Social Share

આપણે સૌ કોઈ તોબિઝ તો ખાતા જ દોય છે જો કે કોબિઝ જેવી જ દેખાતી અન્ય કોબી કે જેને ચાઈનિઝ કોબી તરીકે ઓળખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. તેમાં અનેક અવા તત્વો સમાયેલા છે જે સ્વાસ્થ્યને સીધી રીતે અસર કરે છએ તેને સલાડ તરીકે પણ ખાય શકાય છે.

બોક ચોયની પણ પોતાની વિશેષતા છે. તે કોબીનો એક પ્રકાર છે. પરંતુ તે તેનાથી સંપૂર્ણપણે અલગ છે. તેની ડાળીઓ સફેદ અને પાંદડા લીલા હોય છે. જે પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

આ કોબિમાં  7-9 ગ્રામ કેલરી, લગભગ 1 ગ્રામ પ્રોટીન, શૂન્ય ચરબી, 1.4 કુલ કાર્બોહાઇડ્રેટ્સ, 0.5-1 ગ્રામ ખાંડ, લગભગ 1 ગ્રામ ફાઇબર, 2-3 ટકા આયર્ન, 1.9-3 ટકા મેગ્નેશિયમ અને વિટામીન A, C, અને K. મળી આવે છે. આને ખાવાથી ઘણા રોગો મટાડવામાં પણ મદદ મળે છે.

બોક ચોયમાં ગ્લુકોસિનોલેટ્સ અને સલ્ફરથી ભરપૂર સંયોજનો હોય છે. જે આપણા શરીરને કેન્સર અને ફેફસા સંબંધિત રોગોથી બચાવે છે. અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીની જેમ, બોક ચોય પણ ખનિજો અને વિટામિન્સથી સમૃદ્ધ છે.

સંશોધન મુજબ, બોક ચોયમાં ગ્લુકોસિનોલેટ્સ તરીકે પણ ઓળખાતા પોષક તત્વો હોય છે. તેઓ આપણા શરીરમાં કેન્સર વિરોધી ગુણધર્મોને વધારવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર બોક ચોય ખાવાથી સ્તન, લીવર, કિડની કેન્સરનું જોખમ ઓછું થાય છે.

બોક ચોયમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન અને મેગ્નેશિયમ જેવા ઘણા તત્વો હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે તમારા આહારમાં બોક ચોયનો સમાવેશ કરો છો, તો તમને હાડકાને લગતી બીમારીઓ નહીં થાય અને ફ્રેક્ચરનું જોખમ પણ ઓછું રહે છે.

બોક ચોયમાં સેલેનિયમ હોય છે જે થાઈરોઈડ ગ્રંથીઓ માટે ફાયદાકારક છે. જેના કારણે થાઈરોઈડનું જોખમ ઓછું રહે છે

બોક ચોય એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે કોષોને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે. તેમાં એવા ઘણા ગુણો રહેલા છે જે આપણને ઘણા ફાયદા આપે છે. ચાલો જાણીએ કે તે ફાયદા શું છે.