Site icon Revoi.in

ભારતીય મોબાઈલ માર્કેટમાં ચીનની કંપનીઓનો દબદબો, 99 ટકા હિસ્સો ચીનની કંપનીઓ પાસે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત યોજના હેઠળ વિવિધ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. ભારતમાં સ્માર્ટફોનના માર્કેટમાં હાલ ચીનનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં 99 ટકા હિસ્સો ચીનની કંપનીઓનો છે. ચીનની કંપનીઓ ઓછી કિંમતમાં ફોન પુરા પાડતા હોવાથી લોકો વધારે ખરીદી કરવાનું પસંદ કરતા હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 6 વર્ષમાં ભારતીય બ્રાન્ડનો સ્માર્ટફોન માર્કેટમાં હિસ્સો સમેટાઈને માત્ર એક ટકા પર રહી ગયો છે. 2015માં આ માર્કેટમાં ભારતની બ્રાન્ડનો હિસ્સો 68 ટકા હતો. જ્યારે ચાઈનિઝ કંપનીઓનો ફાળો 32 ટકા હતો. દેશમાં કેટલાક વર્ષોથી ચાઈનીઝ કંપનીની વસ્તુઓના બાઈકોટનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, ભારતીય મોબાઈલ ફોન માર્કેટમાં ચીની કંપનીઓને દબદબો વધારી દીધો છે.  ભારતના સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની હિસ્સેદારી 24 ટકાથી ઘટીને 17 ટકા થઈ ગઈ છે.તેની સામે ચીનની રિયલમી અને વન પ્લસ જેવી બ્રાન્ડ ઝડપથી ઉપર જઈ રહી છે. આજે ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 99 ટકા શેર ચીનની કંપનીઓનો થઈ ગયો છે.ઓછી કિંમત અને વધારે સારા સ્પેશિફિકેન્સના કારણે ભારતના મોબાઈલ ધારકોમાં ચીનની કંપનીઓના ફોનનુ ચલણ વધી રહ્યુ છે. જોકે આ પ્રકારની નીતિના કારણે ચાઈનીઝ કંપનીઓને નુકસાન થઈ રહ્યુ છે. આમ છતા તેઓ પાછી હટવા માટે તૈયાર નથી. જેમ કે 2020માં ઓપોએ 2000 કરોડનો અને વીવોએ 300 કરોડનો લોસ કર્યો હતો.

Exit mobile version