Site icon Revoi.in

વિજય રૂપાણી, નીતિન પટેલ, સૌરભ પટેલ, સી.આર,ફળદુ સહિતના નેતાઓને બદલે યુવાઓની પસંદગી

Social Share

અમદાવાદઃ ભાજપાએ આજે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપાએ ઉમેદવારોની પસંદગી મામલે સેન્સની પ્રક્રિયા પૂર્ણ બાદ યુવાઓની પસંદગી ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા કરી હતી. બીજી તરફ ભાજપાએ પણ 38 જેટલા ધારાસભ્યોને પડતા મુકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મૂખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે જ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા જાહેર કરી હતી. દરમિયાન ભાજપાએ પૂર્વ વિજય રૂપાણી સરકારના અનેક નેતાઓને પડતા મુકીને યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા મોટાભાગના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, તત્કાલિન વિજય રૂપાણી સરકારના મંત્રી સૌરભ પટેલ, કૌશિલ પટેલ, પ્રદીપસિંહ જાડેજાને ટીકીટ ફાળવવામાં આવી નથી. દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સિનિયર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરીને યુવા નેતાઓને સ્થાન આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભાજપાએ ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓ અને અનુસુચિત જાતિના યુવાનોને પણ મહત્વ આપ્યું છે. લગભગ 14 જેટલી મહિલાઓ અને અનુસુચિત જાતિના 24 નેતાઓને ઉમેદવાર બનાવ્યાં છે. બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને પણ વિરમગામની બેઠક ફાળવવામાં આવી છે. અમદાવાદ શહેરની એલિસબ્રિજ ઉપર પૂર્વ મેયર અમિત શાહ, તેમજ કૌશિક જૈનને પણ ઉમેદવાર જાહેર કર્યાં છે.