Site icon Revoi.in

CISF એ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ સાથે અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ તેના 56માં સ્થાપના દિવસે એક નવી પહેલ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” દ્વારા ઉજવવા માટે તૈયાર છે. આ એક સાયકલ રેલી છે, જે ભારતના 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે. જેના ભાગરુપે સાયકલ સવારોની બે ટીમો આ અદભૂત યાત્રાની એકસાથે શરૂઆત કરશે—એક ટીમ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા લખપત જિલ્લા (પશ્ચિમી તટ)માંથી અને બીજી ટીમ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બક્કાલી (પૂર્વી તટ)માંથી શરૂઆત કરશે. 25 દિવસ સુધી ભારતના સમુદ્રી કાંઠાના જમીન માર્ગોની યાત્રા કર્યા બાદ, આ બંને ટીમો 31 માર્ચ, 2025ના રોજ તમિલનાડુના કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક સ્મારક ખાતે ભેગી થશે. આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા સમયે ડેપ્યુટી આઈજી મમતા રાહુલ, સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન, મનમોહન સિંહ યાદવ અને કમાન્ડન્ટ રાકેશ ચૌધરી ઉપસ્થિત હતા. આ મહત્ત્વાકાંક્ષી યાત્રા માત્ર શારીરિક શક્તિની તપાસ નથી, પણ CISFની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેની મહત્વની ભૂમિકાનો પ્રબળ સંદેશ પણ આપે છે. ભારતની વિસ્તૃત તટલાઈન 250થી વધુ બંદરગાહોનું ઘર છે. જેમાં 72 મોટા બંદરો છે, જે દેશના 95% વેપાર અને મોટાભાગના તેલ આયાતને સંભાળે છે. આ બંદરગાહો વેપાર માટે મહત્વના પ્રવેશદ્વાર છે અને રિફાઇનરી, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાંટસ જેવા મહત્વપૂર્ણ બાંધકામો ધરાવે છે, જેના કારણે તેમની સુરક્ષા ખૂબ જ આવશ્યક બની જાય છે.

આ રેલીના મુખ્ય ઉદ્દેશ્યો:

ભાગ લેનારાઓની તૈયારી અને સમાવેશ: