Site icon Revoi.in

સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળથી દર્દીઓની મશ્કેલીમાં વધારો, OPDમાં લાગી લાંબી લાઈનો

Social Share

અમદાવાદઃ શહેરમાં  સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે.

રાજયના સિનિયર તબીબો પોતાની 16 અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ 1 અને 2 ના તબીબો આંદોલન પર છે. રાજ્યની છ સરકારી કોલેજ, GMERS અને GMTA ના તબીબોની સરકાર સામે નારાજગી જોવા મળી છે. સેવા વિનિયમિત કરવી,  તબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોનાવોરિયર તરીકે સેવા કરી જેમાના 30 તબીબો રિટાયર્ડ થયા જેમાં 2ના મોત થયા પણ આ રિટાયર્ડ તબીબોને પેન્શન મળતું નથી. સાથે જ જુનિયર તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી બની છે. ઓપીડીમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ OPD તેમજ વોર્ડમાં કામકાજથી અળગા રહ્યા હતા. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખવા મામલે જૂનિયર ડોકટર એસોસિયેશને વિરોધ નોંધાવ્યો છે. તબીબોનો આરોપ છે કે, NEET PG કાઉન્સેલિંગની તારીખ વારંવાર પાછળ ઠેલવામાં આવતા નવા ડોકટરની અછત સર્જાઈ છે. ડૉક્ટરની અછતના કારણે તેમના પર કામનો બોજ વધ્યો છે. આ અંગે વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પગલાં ન લેવાયાનો આરોપ છે. દરમિયાન સુરત  શહેરમાં રેસિડેન્ટ તબીબોની હડતાળનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા નથી.  બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ હડતાળ કરી સુત્રોચાર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની સુરત મુલાકાત વખતે સિવિલના તબીબોએ તેમને સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી. એ સમયે માંડવીયાએ સિવિલના તબીબોને વિશ્વાસ આપ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાળ રદ કરી છે. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ NEET PG ના પ્રવેશ માટેના કાઉન્સેલિંગ શરૂ કરવાની માગ સાથે હડતાળ શરૂ કરી છે.