Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ  

Social Share

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થયું છે. બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના કસબાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે,કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ ફસાયેલા છે, જેને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા બસ્તીના કસબાયર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક અધિકારીએ કહ્યું કે,તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો માનવામાં આવે છે કે,સુરક્ષા દળોના આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળ પર શોધખોળ વધુ તીવ્ર બનાવી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો.આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

 

Exit mobile version