Site icon Revoi.in

બિહારમાં આજથી શિક્ષણકાર્યનો ઓફલાઈન આરંભઃ ઘોરણ 9 થી 12 ના વર્ગો સહીત 50 ટકા ક્ષમતા સાથે કોચિંગ ક્લાસ શરુ

Social Share

પટનાઃ-સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર શૈક્ષણિક કાર્યો પર પડતી જોવા મળી હતી, કોરોનાના વધતા કેસોને લઈને અનેક રાજ્યોમાં સ્કુલ કોલેજ તેમજ અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા અનેર રાજ્યો ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ કરવા લાગ્યા છે, જેમાં આજથી લાંબા સમયબાદ બિહારમાં પણ ઓફલાઈન શિક્ષણ કાર્યનો આરંભ થઈ રહ્યો છે.

કોરોના સંક્રમણના કેસો ઘટ્યા બાદ 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ, કોલેજો આજથી ખોલવામાં આવી છે. તે જ સમયે, ધોરણ 1 થી 8 ના બાળકો માટે 16 ઓગસ્ટથી શાળાઓ ચલાવવામાં આવશે. તાજેતરમાં, મુખ્યમંત્રી નીતીશ કુમારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,  ઘોરણ 9 થી 10 ના વર્ગો  7 ઓગસ્ટ અને 1 થી 8 ના વર્ગો 16 ઓગસ્ટથી ખુલશે.આ સાથે જ કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી સાથે ચાલશે.

કોરોનાના કેસો ઘટતા હવે બિહારમાં અનલોક -6 ની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેમાં શાળા, કોલેજ, દુકાનો વગેરે ખોલવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન કોવિડ -19 ના જરૂરી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે

ઉલ્લખેનીય છે કે,દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણને કારણે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી છે, પરંતુ બીજી લહેર ઓછી થતા અને કેસો સતત ઘટતા ધીમે ધીમે અનેક પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે.