Site icon Revoi.in

રાજકોટમાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું  

Social Share

રાજકોટ : એક બાજુ કોરોનાની બીજી લહેર ચાલી રહે છે.ત્યાં બીજી બાજુ ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારે સુરજદાદાના દર્શન પણ થયા ન હતા અને બપોર બાદથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

રાજકોટ નજીકના ખીરસરા ગામમાં કમોસમી વરસાદના છાટણા પડ્યા હતા.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અસહ્ય ઉકળાટ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી હતી.ખેડૂતોના ઉભા પાકને નુક્શાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. જો આવી જ સ્થિતિ જ રહેશે તો કોરોનાના કેસમાં પણ વધારો થઇ શકે તેમ છે.

વાતાવરણમાં પલટો આવતા એકદમ વરસાદ જેવું વાતાવરણ બન્યું હતું.. જો કે જાણકારો દ્વારા અનૂમાન પણ લગાવવામા આવ્યું હતું કે આ વખતે વરસાદની ઋતુ વહેલા આવી શકે એમ છે..