Site icon Revoi.in

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો મહિનો બેસતાની સાથે જ ઠંડીનો પ્રારંભ થાય છે. હાવ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જો કે, બપોરના સમયે અમદાવાદ શહેર અનેક શહેરો અને નગરોમાં લોકોને ભારે લોકો ગરમી અનુભવે છે. દરમિયાન હવામાન વિભાગે આગામી એક સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પવનોની દિશા બદલાઈ રહી છે એટલે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, હાલ 5 દિવસ બેવડી ઋતુ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વહેલી સવારે અને રાતે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 30મી ઓક્ટોબર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દિવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આપતા સપ્તાહથી રાજ્યમાં ઠંડીનો ચમકારો પડવાની શકયતા છે.

રાજ્યમાં હાલ વહેલી સવારે વાતાવરણમાં ઠંડકનો લોકો અનુભવ કરી રહ્યાં છે. જો કે, બપોરના સમયે ગરમી પડતી હોવાથી લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યાં છે. બેવડી ઋતુને કારણે લોકોના આરોગ્ય ઉપર પણ સામાન્ય અસર થવાની શકયતા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનું આગમન થયું છે. રાજ્યમાં ચાલુ વર્ષે કાલિત ઠંડી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

(Photo – File)