Site icon Revoi.in

દિલ્હીમાં ઠંડીનો પારો  ગગડીને 4.6  પર પહોંચતા ઠંડીનું જોર વધ્યું –  વાતાવરણમાં છવાયું ઘુમ્મસ

Social Share

ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે દિલ્હીનું વાતાવરણ ઠંડુ બન્યું છે.છેલ્લા ચાર દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આજ રોજ ગુરુવારની શરૂઆત પણ અત્યંત કડકતી ઠંડી સાથે થઈ છે. આજ રોજ સવારે અહીં લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે દિલ્હીનું સરેરાશ ન્યૂમતમ તાપમાન 4.6 ડિગ્રી રહ્યું  હતું, જે ગઈકાલે 5.8 ડિગ્રી કરતા ઓછું હતું. જો આપણે પ્રદૂષણની વાત કરીએ, તો તેની સ્થિતિ સંતોષકારક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની હવા નબળી કેટેગરીમાં નોંધાઈ રહી છે. આજે સવારે દિલ્હીના તમામ વિસ્તારોમાં એક્યુઆઈ 300 નોંધાયો હતો.

દિલ્હીમાં સવારે તડકો આવ્યા બાદની ઠંડી હવા બર્ફિલી જોવા મળે છે, આ સાથે જ આવનારી 19 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતાઓ છે, હાલ અહિના વાતાવરણમાં સવારે ઘુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, દુર દુર સુધી રસ્તાઓ દેખાતા બંદ થયા હતા, લોકોએ ઠંડીમાં ઘરની બહાર નિકળતા પણ વિચાર કરવો પડે છે.વધતી ઠંડીની અસર જનજીવર પર પડતી જોવા મળી રહી છે, ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં બરફ વર્ષાને કારણે ાસપાસના શહેરો અને વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળ્યો છે

.

સાહિન-