Site icon Revoi.in

રાજ્યમાં ઠંડીનો ચમકારો: સવારે 13 ડિગ્રી તાપમાન નોંધાયું,પારો હજુ ગગડવાની સંભાવના

Social Share

અમદાવાદ :રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, સવારે વહેલા ઠંડીનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ 5 દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આગામી દિવસોમાં તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે.

નલિયામાં સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી અને સૂકા પવનો ફૂંકાતા રાજકોટમાં ઠંડીની અસર વર્તાઈ છે. ત્રણ દિવસમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. એટલું જ નહીં અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધશે.

મહત્વનું છે કે,બુધવારે 4.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.