Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રજાને સામાન્ય રાહત મળી છે. દરમિયાન ફરીથી ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફલી વળવાની શકયતા છે. દરમિયાન આગામી દિવસોમાં  કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે.

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન સામાન્ય છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. આજના દિવસમાં પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.. ગાંધીનગરમાં 9.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું, જ્યારે 10 ડિગ્રી સાથે પાટણ બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું .આ ઉપરાંત મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી ઉપર રહ્યો. અમદાવાદમાં 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું.

હવામાન વિભાગ મુજબ હજુ પણ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં 11 શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પૂર્વ તરફ પહોંચે છે ત્યારે ઉત્તરના પવનથી શીતલહેરો સર્જાય છે, પરિણામે, ગુજરાતમાં ઠંડી પડી રહી છે. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી અનુભવાશે.