Site icon Revoi.in

નવાવર્ષની રજાઓમાં પડશે ભંગઃ દેશભરમાં 3 જાન્યુઆરી સુધી ઠંડા પવન અને વરસાદની આગાહી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં 2 દિવસથી ઠંડા પવનનું આગમન જોવા મળે છે જેને લઈને ઠંડીનો પારો વધ્યો છે,વાતાવરમમાં ઠંડકની સાથે સાથે સૂસવાટા સાથે પવન ફૂંકાય રહ્યો છે જેને લઈને ઠંડીનું પ્રમામ વધેલું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદી આફત પણ ચાલુ છે, આ સાથે જ દેશના કેટલાક વિસ્તારોમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી ઉચ્ચારવામાં આવી છે.

આ સાથે જ દેશમાં નવા વર્ષે શીત લહેરનો પ્રકોપ વધવાને કારણે લોકોની રજાઓમાં ભંગ પડી શકે છે. હવામાન વિભાગે 3 જાન્યુઆરી સુધી કોલ્ડવેવ અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ, પહાડો પર હિમવર્ષા થવાની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 4 જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાનમાં વધારાની આગાહી કરી છે, જેના કારણે 4 થી 7 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તેવી આગાહી કરી છે.

શીતલહેર અને પવનના કારણે રજાઓ ગાળવા આલેવા પ્રવાસીઓની સમસ્યાઓ વધવાની શક્યતાઓ છે, તે જ સમયે, હવામાન વિભાગે પણ 5 થી 7 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મધ્યમ અને કેટલાક ભારે વરસાદની આગાહી કરી છે.