Site icon Revoi.in

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ કંકુ તિલક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર આવકારાયાં

Social Share

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની (પરીક્ષાઓ શરૂ થઈ હતી.. કોરોનાને પગલે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધો-10માં પ્રથમભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીની પરીક્ષા હતા. ભાષાનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષામાં ધોરણ 10 માટે 9.64 લાખ વધુ  ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4.65 લાખથી વધુ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,08,067 ઉમેદવારો મળી કુલ 15 લાખ જેટલા વિધાર્થીઓ પરીક્ષામાં નોંધાયેલા છે. પરીક્ષાના પ્રારંભે વિધાર્થીઓને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 10 માટે 10થી 1 અને ધોરણ 12 માટે 3થી 6 દરમિયાન પરીક્ષાનું આયોજન હતું..  અમદાવાદ શહેરના ધોરણ 10ના 59285, ધોરણ 12 કોમર્સના 30493 અને ધોરણ 12 સાયન્સના 7652 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નોંધાયાં હતા. ગ્રામ્યના 67 કેન્દ્રો અને શહેરના 73 એમ 140 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્યની 94 અને શહેરની 348 બિલ્ડીંગ એમ 442 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાઈ હતી. જ્યારે ગ્રામ્યના 2606 અને શહેરના 3312 બ્લોક એમ 5918 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી. ધો-10માં ભાષા એટલે કે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનુ પેપર સરળ રહ્યું હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દરેશ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.