Site icon Revoi.in

કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

Social Share

નવી દિલ્હીઃ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે કંપની સેક્રેટરીની પરીક્ષાઓનું પરિણામ ડિસેમ્બર, 2022 સત્રનું સવારે 11:00 વાગ્યે અને બપોરે 2:00 વાગે અનુક્રમે, શનિવાર, 25મી ફેબ્રુઆરીના રોજ જાહેર થવાનું છે. પરિણામ સંસ્થાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવશે. વ્યક્તિગત ઉમેદવારના વિષય મુજબના ગુણના વિભાજન સાથે પરિણામ પણ પરિણામની ઘોષણા પછી તરત જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષાના ઉમેદવારો તેમના સંદર્ભ અને રેકોર્ડ્સ માટે સંસ્થાની વેબસાઇટ પરથી પરિણામ જાહેર થયા પછી તરત જ તેમનું ઈ-પરિણામ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકે છે અને ભૌતિક સ્વરૂપમાં પરિણામ-કમ-માર્ક્સ સ્ટેટમેન્ટ નહીં હોય. જો કે, પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષાના ઉમેદવારોને પરિણામ-કમ-માર્કસ સ્ટેટમેન્ટની હાર્ડ કોપી જારી કરવામાં આવશે.