Site icon Revoi.in

પીએમ મોદી પર વાંધાજનક ગીતના વિવાદને લઈને ગૂગલના સીઈઓ સહીતના 18 લોકો સામે વારાણસીમાં ફરીયાદ નોંધાઈ 

Social Share

દિલ્હીઃ-ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરા અને ધાકધમકી સહિતના આરોપ લગાવીને  કેસ નોંધવામાં આવ્યો છે. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ -3 ના આદેશથી ગૌરીગંજ નિવાસી ગિરિજા શંકર જયસ્વાલે આ કેસ કર્યો છે .

પોલીસના જણાવ્યા પ્રમાણે ગિરિજા શંકર જયસ્વાલના વોટ્સએપ ગ્રૂપ પર દેશ વેચનાર નામનો એક વીડિયો આવ્યો હતો. વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં દેશને વેચવા સહિતની અન્ય પ્રકારની અમર્યાદીત વાતો કરવામાં આવી હતી. વીડિયોના સંબંધમાં તેણે ગાયક વિશાલ ગાઝીપુર ઉર્ફે વિશાલસિંહ બાદલ સાથે વાત કરી કે તેણે આવું શા માટે કર્યું છે.

જો પ્રધામનંત્રીને ફરિયાદ હોય તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરે અને જો તમે ખોટું કામ કરો છો તો વહીવટ તમને સજા કરશે. આ અંગે ગાજીપુરના નોનહરા પોલીસ સ્ટેશનના વિશુનપુરામાં રહેતા વિશાલ ગાઝીપુરીએ તેની સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. આ સાથે તેમનો નંબર યુટ્યુબ પર મૂક્યો હતો.

આ કાવતરા બાદ ગિરિજા શંકરના ફોન પર ઘણા લોકોએ ફોન કર્યા હતા, તેઓને ધમકીભર્યા કોલ પણ આવ્યા હતા છે, ગિરિજા શંકરે કહ્યું કે વિશાલ અને તેના સાથીઓએ ગાજીપુરના એક સ્ટુડિયોમાં પીએમ મોદી બાબતે બીજા ઘણા વાંધાજનક અને અભદ્ર સોંગ્સ ગાયા છે.આ મામલે આ તમામ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સાહિન-

Exit mobile version