Site icon Revoi.in

વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને કઈ વેક્સિન મુકવી તે અંગે મુંઝવણ

Social Share

અમદાવાદઃ યુરોપિયન યુનિયને જાહેર કરેલી વેક્સિન પાસપોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પ્રવાસ કરવા માટે ચાર વેક્સિનને માન્યતા અપાઈ છે, જેમાં કોવિશિલ્ડ કે કોવેક્સિનનો સમાવેશ કરાયો નથી. યુરોપિયન યુનિયનના નિર્ણયની અસર ગુજરાતના 18 હજાર વિદ્યાર્થીઓને થશે. યુરોપિયન યુનિયને ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રાજેનિકા અને જોહ્નસન એન્ડ જોહ્નસનની વેક્સિનને માન્ય રાખી છે. આ નિર્ણયની સૌથી વધુ અસર વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને થશે. યુરોપિયન દેશોમાં ગુજરાતથી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, પરંતુ કેનેડા, યુએસ માટે યુરોપિયન દેશોમાંથી પસાર થવું પડશે, જેથી આ વિદ્યાર્થીને માન્યતા મળશે કે કેમ તે અંગે અસંમજસતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા અને અમેરિકા ભણવા માટે જાય છે. કેનેડામાં અભ્યાસ બાદ સરળતાથી પીઆર મળતું હોવાથી કેનેડાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ છે. પણ આ દેશોમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને વેક્સિન લેવી જરૂરી છે. પણ ડબલ્યુએચઓની માન્ય કરેલી વેક્સિન મુકેલી હોવી જરૂરી છે. એટલે વિદ્યાર્થીઓ મંઝવણ અનુભવી રહ્યા છે. ગુજરાતમાંથી ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, પાર્ટુગલ વગેરે દેશોમાં પણ અભ્યાસ કરવા ‌વિદ્યાર્થીઓ જાય છે, પરંતુ તેની સંખ્યા 10 હજાર જેટલી છે, જ્યારે યુકે માટે ભારતમાંથી જનારા કુલ વિદ્યાર્થીઓના ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતથી જાય છે. – યુરોપિયન યુનિયનના દેશો પૈકી સૌથી વધુ વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે જાય છે. તજજ્ઞોના અંદાજ પ્રમાણે યુકેમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 હજાર જેટલી છે. જ્યારે ફ્રાંસ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, પાર્ટુગલ, ફિનલેન્ડ જેવા દેશો માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 હજાર જેટલી છે.