Site icon Revoi.in

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે પંચમાં કરી ફરિયાદ

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષનો બંધારણીય હોદ્દો છે. અને અધ્યક્ષ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર કરી શકે નહીં, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ચૂંટણી પ્રચાર કરાતો હોવાની કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે  ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કે  વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી, કોંગ્રેસ દ્વારા  વીડિયોના પુરાવા પણ પંચને આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. અધ્યક્ષ બન્યા બાદ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9, નો ભંગ કર્યો છે. તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે માંગ કરી છે.

તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા તા. 17/03/2024ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડી છે. ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે,  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોદ્દો ધારણ કરે તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-’ ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’ વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો. તે જ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો. જે ગંભીર બાબત છે. (File photo)

Exit mobile version