Site icon Revoi.in

વિદેશમાં ભારતની નિંદા કરવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમંત્રી એસ જયશંકર આડે હાથ લીધા- કહ્યું ‘આ તેમની આદત છે’

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ભારતની લોકશાહીથી લઈને અનેક બાબતે તેમણે અમેરિકામાં ભારતની નિંદા કરી હતી અને અનેક સલાવો ઊભા કર્યા હતા ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે રાહુલ ગાંઘીની બોલતી બંધ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસના નેતાને વિદેશમાં ભારતની ટીકા કરવાની આદત છે, પરંતુ પોતાની આંતરિક બાબતોને દુનિયાની સામે ઉઠાવવી દેશના હિતમાં નથી. અમેરિકામાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની ટીપ્પણી અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વ આખુ અમને જોઈ જ રહ્યું છે.

એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે “રાહુલ ગાંધીને વિદેશમાં ભારતની ટીકા કરવાની આદત પડી ગઈ છે. મને નથી લાગતું કે રાષ્ટ્રીય રાજનીતિને દેશની બહાર લઈ જઈને આ રીતે ટીકા કરવી જે દેશની હીતમાં હોય.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં જ યુએસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને વિવિધ મોરચે સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું હતું. ત્યારે હવે રાહુલ ગાંઘીને આ મામલે વિદેશમંત્રીલ એસ જયશંકરે બરાબર આડે હાથ લીધા હતા અને તેમના પર નિશાન સાધ્યું હચતપું, તેમણે રાહુલ ગાંઘીની આ ટીકા કરવાની વાત છે દિશેના હિત વુરુદ્ધ દણાવી રાહુલ ગાંઘીની બોલતી બંધ કરી હતી.