Site icon Revoi.in

સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં રહે હાજર

Social Share

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દરમિયાન કોંગ્રેસ સ્પષ્ટ કરી દીધું છે, સોનિયા ગાંધી તથા કોંગ્રેસના અધ્યશ્ર મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે. કોંગ્રેસે આ કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો ઈવેન્ટ બતાવીને દુર રહેવાનું પસંદ કર્યું છે. લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું છે કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભગવાન રામજીની પુજા-અર્ચના કરોડો ભારતીય કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય છે, પરંતુ ભાજપા અને આરએસએસએ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવ્યો છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્પષ્ટ છે કે, એક અર્ધનિર્મિત મંદિરનું લોકાર્પણ ચુંટણીના લાભ માટે કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વિકારવાની સાથે લોકોની આસ્થાનું સમ્માન કરવાની સાથે મલ્લિકાર્જન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી ભજપા અને આરએસએસના આ આયોજનના નિમંત્રણના સમ્માનનો અસ્વીકાર કરશે.

ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પીએમ મોદી, સીએમ યોગી સહિત છ હજારથી વધારે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સમારોહમાં સામેલ થાય તેવી શકયતાઓ નહીંવત છે. આ ઉપરાંત સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યુચુરીએ પણ નિમંત્રણ સ્વિકાર્યું ન હતું.